Skip to main content
Settings Settings for Dark

ચીન પર પ્રતિબંધ મુકવા માટે અમેરિકા મિત્ર રાષ્ટ્રો પાસેથી સમર્થન મેળવવા માંગે છે: રિપોર્ટ

Live TV

X
  • રશિયા અને યુક્રેન યુદ્ધમાં બેઈજિંગ રશિયાને સૈન્ય સહાય પ્રદાન કરી રહ્યું છે.

    અમેરિકી અધિકારીઓ અનુસાર રશિયા અને યુક્રેન યુદ્ધમાં બેઈજિંગ રશિયાને સૈન્ય સહાય પ્રદાન કરી રહ્યું છે. જે અંગે અમેરિકા ચીન પર નવા પ્રતિબંધ લગાવવા બાબતે સહયોગીઓ સાથે ચર્ચા કરી શકે છે. અમેરિકાએ ચીનને આ પ્રકારે ના કરવા માટે સીધી ચેતવણી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરીના રોજ અમેરિકી વિદેશમંત્રી એંટની બ્લિંકન અને ઉચ્ચ ચીની રાજનયિક વાંગ યી વચ્ચે બેઠક થઈ હતી. સૂત્રો પરથી જાણવા મળી રહ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું તે સમયે જે દેશો રશિયા પર લગાવેલ પ્રતિબંધનું સમર્થન કરી રહ્યા હતા, તે દેશો સાથે મળીને અમેરિકા બેઈજિંગ સામે કાર્યવાહી કરી શકે છે.  અમેરિકાએ રશિયાની મદદ કરતા આરોપીઓ અને કંપનીઓ પર દંડ ફટકાર્યો છે. જેમાં ચીનમાં થતી નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પર પ્રતિબંધ લગાવવામાં અમેરિકાએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જર્મનીથી લઈને દક્ષિણ કોરિયા સુધીના અમેરિકી સહયોગી ચીન પર પ્રતિબંધ મુકવા બાબતે વિચાર કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply