અમેરિકાએ જમ્મુ કાશ્મીરમાં વર્તમાન ઘટનાઓ પર ભારતના વલણની કરી પ્રશંસા
Live TV
-
ડો. એસ્પરે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન આ વાત કરી હતી.
અમેરિકાએ જમ્મુ-કાશ્મીરમાં હાલમાં થયેલા ફેરફારને આંતરિક મામલો ગણાવતા ભારતના પક્ષને યોગ્ય ગણાવ્યો છે. અમેરિકાના રક્ષા મંત્રી ડૉ. માર્ક ટી એસ્પરે આશા વ્યક્ત કરી હતી કે ભારત અને પાકિસ્તાન પોતાની સમસ્યાનો પોતાની રીતે જ રસ્તો કાઢી લેશે. ડો. એસ્પરે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન આ વાત કરી હતી.
રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણમંત્રી બનવા પર એસ્પરને શુભકામનાઓ પણ પાઠવી હતી. આ વાતચીત દરમિયાન રાજનાથ સિંહે સીમા પારથી ચલાવવામાં આવતા આતંકવાદની ભારતમાં પડતી અસરનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને આ વિસ્તારોમાં શાંતિ અને સ્થાયીત્વ જાળવી રાખવામાં ભારતના પ્રયાસમાં અમેરિકાના સહયોગની પ્રશંસા કરી હતી.
રાજનાથસિંહે મેક ઈન ઈન્ડિયા હેઠળ અમેરિકાની કંપનીઓને ભારતીય રક્ષા અને નિર્માણના ક્ષેત્રમાં રોકાણ કરવા માટે પણ નિમંત્રણ આપ્યું હતું.
