ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ લાતવિયાના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ ત્રણ દેશોની યાત્રા દરમિયાન લાતવિયા પહોંચી ગયા છે. ઉપરાષ્ટ્રપતિએ રીગા ખાતે સ્વતંત્રતા સ્મારક પર અંજિલ આપી હતી.
ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુ લાતવિયાના પ્રધાનમંત્રી સાથે બેઠક કરી હતી. ઉપરાષ્ટ્રપતિ પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. સાથે સાથે ભારત લાતવિયા બિઝનેસ ફોરમની બેઠકને પણ સંબોધિત કરશે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિએ લાતવિયાની રાજધાનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત લાતવિયા સાથે સંબંધો મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ચોથી ઔદ્યોગિક નીતિમાં ભારત અને લાતવિયા મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે.
