અમેરિકાએ H-1B વિઝાધારકોના જીવનસાથીને પણ કામ કરવાની છૂટ આપી
Live TV
-
અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને કોર્ટ દ્વારા એક મોટી રાહત આપવામાં આવી છે. અમેરિકન કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની પાસે H-1B વિઝા છે તો તેના જીવનસાથીને દેશમાં કામ કરવાની છૂટ છે. સેવ જોબ્સ યુએસએ નામની સંસ્થાએ H-1B વિઝા ધારકોની અમુક શ્રેણીના જીવનસાથીઓને કામ કરવાનો અધિકાર આપતા નિયમોને તોડી પાડવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ નિયમો બરાક ઓબામાના પ્રમુખપદ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. કોર્ટના આ નિર્ણયથી ભારતીયોને પણ ફાયદો થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો H-1B વિઝા ધારકો પણ છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ યુએસએની અરજીને ફગાવી દેતાં કહ્યું કે H-1B વિઝા ધારકના જીવનસાથી (પતિ-પત્ની)ને યુએસમાં કામ કરવાની છૂટ છે. સેવ જોબ્સ યુએસએની અરજીનો એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. કોર્ટના આ નિર્ણયથી એક લાખ H-1B વિઝા ધારકોને ફાયદો થશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે. આતંરિક સુરક્ષા વિભાગે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ તેમના જીવનસાથી અને આશ્રિતો માટે પણ રોજગારીની તક ઉભી કરી છે.
