Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પ સામે ગુનાહિત આરોપો લાગ્યા, વકીલે સ્ટોર્મીને ચૂપ રહેવા માટે $130,000 ચૂકવ્યા હતા

Live TV

X
  • ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ, જેમની સામે ગુનાહિત આરોપો લાગ્યા છે. એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે. ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ગુરુવારે (30 માર્ચ) ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 2016 ની રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાનના કેસમાં દોષી ઠેરવ્યા છે.

    આ સંપૂર્ણ મામલો 2016માં એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને એક લાખ ત્રીસ હજાર ડોલરની ચૂકવણીની તપાસ સાથે સંબંધિત છે. જેમાં ટ્રમ્પને આરોપી ગણવામાં આવ્યા છે. જોકે આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રાન્ડ જ્યુરીની તપાસમાં જાણવા મળ્યું કે 2016માં ડેનિયલ્સે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેના અને ટ્રમ્પ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. આ વાતની જાણ થતાં ટ્રમ્પ ટીમના વકીલે સ્ટોર્મીને ચૂપ રહેવા માટે $130,000 ચૂકવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે આ કેસમાં હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના પર લાગેલા આરોપોને રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ ગણાવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply