અમેરિકામાં સફેદ આફત, 7 લોકોના મોત, 2700 ફ્લાઈટ રદ્દ
Live TV
-
ભારે હિમપાતથી સડક અને હવાઈ સેવાને પણ અસર થઇ છે. તોફાન અને વાવાઝોડાની અસરથી 2100 ફ્લાઈટ ડિલે છે જ્યારે 2700 જેટલી ફ્લાઈટ રદ્દ કરાઈ છે.
અમેરિકામાં લગભગ એક અઠવાડિયામાં બીજીવાર ભારે હિમપાતથી જનજીવન પર અસર વર્તાઈ છે. અવિરત હિમપાતથી 7 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો પ્રભાવિત થયા છે. ભારે હિમપાતથી 30 સેન્ટીમિટર જેટલા બરફના થર જામી ગયા છે, જ્યારે 55 માઈલથી પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે શાળા-કૉલેજો બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક