અલ્જીરિયાનું મિલિટરી પ્લેન ક્રેશ : 250થી વધારે સૈનિકોના મોત
Live TV
-
આફ્રિકી દેશ અલ્જીરિયામાં સેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં દુર્ઘટનામાં 250થી વધારે સૈનિકોના મોતની આશંકા સેવાઈ રહી છે
વિમાનમાં મોટાભાગે સેનાના કર્મચારીઓ સવાર હતા. ઘટનાની જાણ થતાં 14 જેટલી એમ્બ્યુલન્સ અને 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. વિમાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલ્જીરિયાના રક્ષા મંત્રાલયે બહાર પાડેલી પ્રેસનોટમાં કહેવાયું છે કે, વિમાન કયા કારણોસર ક્રેશ થયું છે તે અંગે કોઇ જ કારણ જાણી શકાયું નથી. આ સાથે જ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા 130 લોકોને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરી દીધા હતી, જેમાં એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના કર્મચારીઓનો કાફલાનો પણ સમાવેશ થાય છે, જેઓ ઇજાગ્રસ્તોને દુર્ઘટનાગ્રસ્તમાંથી બહાર કાઢવા માટે મદદ કરી રહ્યા હતા.