ત્રણ આફ્રિકી દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઝાંબિયાની મુલાકાતે
Live TV
-
ત્રણ આફ્રિકી દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઝાંબિયાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર ઝાંબિયાના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું
રાષ્ટ્રપતિ કોવિંદે ઝાંબિયામાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યવસ્થા છે. તેમણે ઝાંબિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને આ તકનો લાભ લેવા જણાવ્યું હતું. ઝાંબિયામાં રહેતા તમામ ભારતીય સમુદાયના લોકો ભારતના સાંસ્કૃતિક દૂત હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન ઝાંબિયા અને ભારતની વચ્ચે ચાર મુદ્દાઓ પર કરાર થવાની આશા છે.