Skip to main content
Settings Settings for Dark

ઝુકરબર્ગે US સેન્ટમાં માગી માફી: કહ્યું- ભારતની ચૂંટણીમાં ઘ્યાન રાખીશું

Live TV

X
  • 44 સેનેટરો દ્ગારા પુછાયેલા સવાલોમાં ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વીકારી છે, તેમણે કહ્યું ફેસબુક દુનિયામાં સકારાત્મકતા ફેલાવશે

    બ્રિટિશ એનાલિટિકાથી ડેટા શેર કરવા મામલે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ મંગળવારે અમેરિકી કોંગ્રેસની બે સીનેટ કમિટીના જોઈન્ટ સેશનમાં હાજર થયા હતા. તેમણે ડેટા શેર મામલે માફ માગી હતી. તે સાથે જ તેમણે આગામી વર્ષે થનારી ભારતની ચૂંટણીમાં ઈમાનદારી રાખવાની વાત કરી હતી. ઝુકરબર્ગે સમિતી સામે ડેટાલીક થતા કેવી રીતે રોકવામાં આવશે અને તેઓ શું પગલાં લેશે તે વિશેની પણ માહિતી આપી હતી.

    44 સેનેટરો દ્ગારા પુછાયેલા સવાલોમાં ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વીકાર કરી

    ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ અમેરિકી કોંગ્રેસની સામે કેમ્બ્રિજ અનાલિટિકા ડેટા લીકને લઈ તીખા સવાલોના જવાબો આપી રહ્યા છે. 44 સેનેટરો દ્ગારા પુછાયેલા સવાલોમાં ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વીકાર કરી છે, તેમણે કહ્યું ફેસબુક દુનિયામાં સકારાત્મકતા ફેલાવશે.

    સેનેટર: કેટલા પ્રકારના ડેટા ફેસબુક સ્ટોર કરે છે? 2 બિલિયન યુઝરના 96 પ્રકારના ડેટા ફેસબુક કઈ રીતે સ્ટોર કરે છે ? આપ કઈ રીતે પોતાના ડેટા સર્વરમાં સ્ટોર કરો છો ? શું તમે ટેક્સ્ટ હિસ્ટ્રી, એક્ટિવિટી અને ડિવાઈસ લોકેશન સ્ટોર કરો છો?

    ઝુકરબર્ગ: મને ખબર નથી કે તમે ક્યાં વિષયમાં વાત કરી રહ્યા છો. બે કેટેગરી છે જેમાં યુઝર્સ પોતે કન્ટેન્ટ આપે છે. અને બીજો સિસ્ટમ માટે અમે લઈએ છીએ. આ બંને પ્રકારના ડેટા પર આપનો સીધો કંટ્રોલ છે. ફેસબુક આ બંને પ્રકારના ડેટાને સ્ટોર કરે છે. અમે લોકોના ડેટા સ્ટોર કરીએ છીએ. ટેક્સ્ટ હિસ્ટ્રી, એક્ટિવિટી, અને ડિવાઈસ લોકેશન યુઝર્સ જાતે નક્કી કરી સ્ટોર કરે છે.

    સેનેટર: તમે યુઝર્સના ડેટાથી પૈસા કમાવો છો અને કહો છો કે યુઝર્સ ડેટાનો પોતે માલિક છે, આ કઈ રીતે સંભવ છે.
    ઝુકરબર્ગ: તમારો ડેટા એ માત્ર તમારો જ ડેટા છે અને તમે જાતે ડેટા ફેસબુક પર શેયર કરો છો.

    સેનેટર: યુઝર્સને ચિંતા હોય છે કે તમે તેમની બ્રાઉજિંગ હિસ્ટ્રી ટ્રેક કરો છો. આવા ડેટાનો તમે શું કરો છો ? દાખલા તરીકે હું વોટ્સએપથી વાત કરી રહ્યો છું તો શું તે સિસ્ટમને ખબર પડશે ?

    ઝુકરબર્ગ: તમે શું પુછવા માંગો છે મને સમજ નથી પડતી. વોટ્સએપના મેસેજ વિશે સિસ્ટમને ખબર નથી પડતી.

    સેનેટર: શું તમને નથી લાગતું કે યુઝર્સને આ વિશે જાણ હોવી જોઈએ કે તેમનો ડેટા ક્યા વેંચાઈ રહ્યો છે, અને તેણો શું યુઝ થઈ રહ્યો છે ?
    ઝુકરબર્ગ: તમારી વાત સાચી છે અને હું આથી સહેમત છું. અમારી પાસે ડાઉનલોડ યોર ડેટા ટુલ છે જેથી યુઝર્સ પોતે ડેટા ડાઉનલોડ કરી શકે છે.

    સેનેટર: જો અમે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવી હોય તો શું અમે પહેલા શેયર કરેલા ડેટા ડિલીટ કરી શકીએ ? એવા ડેટા જે તમે પહેલાથી વિજ્ઞાપનને આપેલા છે.

    ઝુકરબર્ગ: હા, તમે કરી શકો છો. અમે વિજ્ઞાપન માટે ડેટા નથી આપતા, આ એક અફવાહ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply