ફેસબુકના ડેટા લીક મામલે CEO માર્ક ઝુકરબર્ગે લેખિતમાં માફી માંગી
Live TV
-
ફેસબુકના ડેટા લીક મામલે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે જાહેરમાં મૌખિક માફી માંગ્યા બાદ હવે ડેટા લીકનો મુદ્દો સ્વીકારતા લેખિતમાં પણ માફી માંગી છે
ફેસબુકના ડેટા લીક મામલે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે જાહેરમાં મૌખિક માફી માંગ્યા બાદ હવે ડેટા લીકનો મુદ્દો સ્વીકારતા લેખિતમાં પણ માફી માંગી છે. તેમણે એક લિખિત નિવેદનમાં જણાવ્યું છે કે ફેસબુક ખાનગી ડેટાની ગોપનિયતા જાળવવામાં અને તેનો દૂરુપયોગ થતો રોકવામાં નિષ્ફળ રહી છે.
છેલ્લે તેમણે એવું પણ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયાના સભ્યોના ડેટાના દુરુપયોગને રોકવા માટે સોશિયલ મીડિયાએ પર્યાપ્ત પ્રયાસ કર્યો નથી. ઝુકર બર્ગે આ લેખિત સ્વીકૃતિ, કોંગ્રેસ સાથે જોડાયેલ બે સમિતિ સામે રજૂ થતાં પહેલા કરી છે. ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટીકા કંપની પર ફેસબુકના સદસ્યોના ડેટા લીક કરવાનો આરોપ છે.