આજે ઈઝરાયલ હમાસ યુદ્ધને 1 મહિનો પૂર્ણ થયો
Live TV
-
આજે ઈઝરાયલ હમાસ યુદ્ધને 1 મહિનો પૂર્ણ થયો છે. ત્યારે ગાઝામાં સ્થિતિ પહેલા કરતાં પણ વધારે વણસી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ ગાઝા પટ્ટીની સ્થિતિને અત્યંત ખરાબ ગણાવી છે અને ત્યાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગણી કરી છે. વૈશ્વિક સંસ્થાની આરોગ્ય, શરણાર્થી અને માનવાધિકાર એજન્સીઓએ જણાવ્યું હતું કે ગાઝાની 2.3 મિલિયનની વસ્તી આવશ્યક ચીજવસ્તુઓ અને તબીબી સુવિધાઓ માટે આતુર છે.
આવી સ્થિતિમાં ત્યાં સૈન્ય કાર્યવાહી અટકાવવી જરૂરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ માનવતાવાદી કારણોસર ગાઝામાં લડાઈમાં વ્યૂહાત્મક વિરામ અને બંધકોની મુક્તિની શક્યતા અંગે ચર્ચા કરી હતી. જે બાદ નેતન્યાહુએ નિવેદન આપ્યું છે કે વ્યૂહાત્મક યુદ્ધ વિરામ અંગે યોગ્ય ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. સંપૂર્ણ યુદ્ધ વિરામ નહીં લાગે.
