Skip to main content
Settings Settings for Dark

વાઇબ્રન્ટ ગુજરાત-2024ના પ્રતિનિધિમંડળે દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી

Live TV

X
  • ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જે અંતર્ગત રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત-2024ના પ્રતિનિધિમંડળે આજે દક્ષિણ કોરિયાના સિઓલ આંતરરાષ્ટ્રીય રોડ શૉ યોજ્યો હતો.  વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગિતાએ ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે સહકાર, નવીનતા અને રોકાણના માર્ગો શોધવાની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 

    સત્ર દરમિયાન અમિત કુમારે વાઇબ્રન્ટ ગુજરાત-2024 માટે પાર્ટનર કન્ટ્રી તરીકે દક્ષિણ કોરિયાના કન્ફર્મેશનની જાહેરાત કરી હતી, જે દક્ષિણ કોરિયાના રોડ શૉમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હતો. વધુમાં, રોડ શૉ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમાર, IAS દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં રહેલી ક્ષેત્રીય તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો, સાથે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેઓએ ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટિમાં ઉપલબ્ધ તકો વિશે પણ ટૂંકમાં ચર્ચા કરી હતી. 

    આ રોડ શૉ બાદ હનવાહ, સિમ્ટેક, લોટ્ટે ફાઈન કેમિકલ, એલજી એનર્જી, એલએક્સ ઈન્ટરનેશનલ અને સુંગઈલ હાઈટેક સહિત દક્ષિણ કોરિયાના કેટલાક અગ્રણી બિઝનેસ ગ્રુપ સાથે વન-ટુ-વન મીટિંગ કરવામાં આવી હતી. અશ્વિની કુમારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે રોકાણકારોને ઔપચારિક આમંત્રણ આપ્યું હતું, જ્યાં આ કંપનીઓએ સમિટમાં હાજરી આપવાનો અને રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવતી તકોને વધુ એક્સપ્લોર કરવામાં રૂચિ દર્શાવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply