Skip to main content
Settings Settings for Dark

ઇટાલી, જર્મની અને ડેનમાર્કમાં યોજાયો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 માટેનો રોડ શૉ

Live TV

X
  • વાયબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિમંડળે 22 ઓક્ટોબરથી 02 નવેમ્બર દરમિયાન યુરોપના ત્રણ દેશોની મુલાકાત લીધી હતી, જેમાં ડેન્માર્ક, ઇટાલી અને જર્મનીનો સમાવેશ થાય છે. VGGS પ્રતિનિધિમંડળની આ મુલાકાત યુરોપ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મુલાકાત દરમિયાન ₹2024 કરોડથી વધુના રોકાણો માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

    VGGS 2024 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તા, IAS દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈલાન્ટાસ, જે અલ્ટાના ગૃપનો એક ભાગ છે, તેણે ₹500 કરોડ, કોવેસ્ટ્રોએ ₹50 કરોડ, સ્ટારલિંગરે ₹62 કરોડ, લેચલરે ₹100 કરોડ, અલુપ્લાસ્ટે ₹62 કરોડ, સિસરે ₹250 કરોડ અને શક્તિ ગૃપે ₹1000 કરોડની નોંધપાત્ર રકમના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દેશો ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે અને મુલાકાતી પ્રતિનિધિમંડળનો પ્રતિસાદ દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યો છે. 

    જર્મનીમાં ગુજરાતમાંથી ગ્રીન હાઇડ્રોજનની યુરોપમાં નિકાસ માટે B2B એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક મહત્વના કોલાબોરેશન્સ પણ કરવામાં આવ્યા હતા. તો ઈટાલીમાં ઈન્ડો-ઈટાલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના પરિણામે ગુજરાત સરકાર સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
    ડેન્માર્કમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે ગુજરાતમાં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply