ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે યુક્રેન માટે $15.6 બિલિયન સહાય પેકેજને મંજૂરી આપી
Live TV
-
આ સહાય પેકેજ સંઘર્ષગ્રસ્ત યુક્રેનની આર્થિક પુનઃપ્રાપ્તિમાં મદદ કરવાના હેતુથી આપવામાં આવી રહ્યું છે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ યુક્રેન માટે 15.6 બિલિયન અમેરિકી ડોલરના સહાય પેકેજને મંજૂરી આપી છે. આ સહાય પેકેજ સંઘર્ષગ્રસ્ત યુક્રેનની આર્થિક પુનઃપ્રાપ્તિમાં મદદ કરવાના હેતુથી આપવામાં આવી રહ્યું છે. આ લોન દેશની તાત્કાલિક ભંડોળ જરૂરિયાતોને પહોંચી વળવા માટે 115 બિલિયન અમેરિકી ડોલરના વ્યાપક આંતરરાષ્ટ્રીય સપોર્ટ પેકેજનો એક ભાગ છે. IMF દ્વારા મંજૂર કરાયેલ કુલ રકમમાંથી, 2.7 બિલિયન ડોલર યુક્રેનને તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને બાકીના ભંડોળ આગામી ચાર વર્ષમાં રિલીઝ કરવામાં આવશે. એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી એ યુદ્ધગ્રસ્ત દેશ માટે IMF દ્વારા મંજૂર કરાયેલો પહેલો મોટો ધિરાણ કાર્યક્રમ છે.
