ઈઝરાયલ હમાસ યુદ્ધ: ભારત સહિત 5 દેશોના સમૂહે માનવીય સંકટ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી
Live TV
-
ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મંગળવારે બ્રિક્સની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ભારત સહિત પાંચ દેશોના આ સમૂહે ગાઝામાં માનવીય સંકટ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બ્રિક્સ દેશોની આ મહત્વપૂર્ણ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલાથી નિર્ધારિત કાર્યક્રમોને કારણે હાજર રહી શક્યા ન હતા. પ્રધાનમંત્રી વતી વિદેશ મંત્રી એસ. જયશંકરે આ બેઠકમાં ભાગ લેતા કહ્યું હતું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આતંકવાદ સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ. નાગરિકોને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને તેને માફ કરી શકાય નહીં. આ યુદ્ધના કારણે ગાઝામાં નાગરિકો સતત માનવીય વેદના ભોગવી રહ્યા છે. ભારત તણાવ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ પ્રયાસોનું સ્વાગત કરે છે અને ગાઝામાં મહત્તમ માનવતાવાદી સહાય અને રાહત સામગ્રી પહોંચે તે તાત્કાલિક યુદ્ધવિરામની તરફેણમાં છે. ભારતે ગાઝામાં હાલ સુધીમાં 70 ટન માનવતાવાદી સહાય મોકલી છે
