Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયાના માઉન્ટ મેરાપી જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો

Live TV

X
  • ઈન્ડોનેશિયાના માઉન્ટ મેરાપી જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો હતો. આસપાસના આઠ જેટલા ગામડાઓ પર રાખનો વરસાદ થયો છે. વિસ્ફોટ બાદ ધુમાડો અને રાખના ગોટેગોટા સાત કિલોમીટરની ઉંચાઈ સુધી ગયા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આસપાસના ગામોના લોકો અને પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક રાજધાની યોગકાર્તા પાસેના જાવા દ્વીપના આ જ્વાળામુખીની ઊંચાઈ 9737 ફૂટ છે. વિસ્ફોટ બાદ તેની રાખ શિખરથી 9600 ફૂટ ઉપર ગઈ હતી. સ્થાનિક પ્રશાસને આસપાસના સાત કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવ્યો છે. દેશની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ કહ્યું કે અત્યારે જ્વાળામુખીથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. લોકોને તે વિસ્તારથી દૂર જવા માટે કહેવામાં આવ્યું છે.

    રાખના કારણે આસપાસના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે જ જ્વાળામુખીની ગરમ માટીના ફ્લડની પણ સંભાવના છે. વરસાદના કારણે આ સ્થિતિ સર્જાય છે. જ્વાળામુખી ફાટ્યા પછી વારંવાર વરસાદ પડે છે. આ જ્વાળામુખીની ખૂબ નજીક લગભગ આઠ ગામો આવેલા છે. જ્યાં રાખનો વરસાદ થયો છે. આ જ્વાળામુખી બે વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં સતત ગર્જના કરતો હતો. પછી તે 28 દિવસ સુધી લાવા ફેંકતો રહ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply