Skip to main content
Settings Settings for Dark

એમેઝોનના જંગલમાં લાગી ભીષણ આગ, પૂરતા સ્ત્રોતનો અભાવ

Live TV

X
  • બ્રાઝિલિયન પ્રેસિડન્ટ જૈર બોલસોનોરોએ જણાવ્યું હતું કે આગ સામે લડવા માટે અમારી પાસે પૂરતા સ્ત્રોતનો અભાવ છે.

    બ્રાઝીલના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ રેકોર્ડ સ્તર પર પહોંચી છે. બ્રાઝીલના એમેઝોન, પારા અને માટો ગ્રાસો સ્ટેટના જંગલોમાં આગ લાગી છે. જેમાં સૌથી વધારે અસર એમેઝોન પર પડી છે. આ આગની અસર બ્રાઝીલમાં તો પડી જ છે ઉપરાંત પાડોશી દેશમાં પણ પડી છે. બ્રાઝીલે આ ઘટનાઓ પર મહિનાની શરુઆતમાં જ કટોકટી ઘોષિત કરી હતી. અધિકારીઓના જણાવ્યાનુસાર બે-ત્રણ અઠવાડિયાથી એમેઝોનના જંગલોમાં લાગેલી આગમાં વધારો થયો છે.

    એમેઝોનનું જંગલ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચ અનુસાર ગત આઠ મહિનામાં 73,000 વાર આગ લાગવાની ઘટનાઓ નોંધવામાં આવી છે. 2018ના મુકાબલે આ વર્ષમાં આવી ઘટનાઓમાં 85%નો વધારો થયો છે.

    આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ પણ માહિતી આપતા જણાવ્યું કે એમેઝોનના જંગલોમાં આગ લાગવી એ એક ઈન્ટરનેશનલ દુર્ઘટના છે. જે G7 સમિટમાં મહત્વનો મુદ્દો રહેશે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,'અમારુ ઘર સળગી રહ્યું છે.' બ્રાઝિલિયન પ્રેસિડન્ટ જૈર બોલસોનોરોએ જણાવ્યું હતું કે આગ સામે લડવા માટે અમારી પાસે પૂરતા સ્ત્રોતનો અભાવ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply