Skip to main content
Settings Settings for Dark

PMની ફ્રાન્સ મુલાકાત, કાશ્મીર મુદ્દે ભારતને મળ્યું સમર્થન

Live TV

X
  • આ સાથે જ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોંએ જૈતાપુર પરિયોજના, જલવાયુ પરિવર્તન, ડિજિટલ અને સાઈબર સુરક્ષા સહિત જમ્મુ-કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરી હતી.

    વડાપ્રધાન  નરેન્દ્ર મોદી કાલે ત્રણ દેશો ફ્રાન્સ, યુએઈ અને બહેરીનની યાત્રા માટે રવાના થયા છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી પહેલા ફ્રાન્સ જશે. જે પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોં સાથે પીએમ મોદીની મહત્વની બેઠક થઈ હતી. વડાપ્રધાનને આવકારવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીયો હાજર રહ્યાં હતાં. જે પછી ઉચ્ચ સ્તરીય બેઠક થશે. આ ઉપરાંત ફ્રાંસમાં પીએમ મોદી પેરિસમાં યુનેસ્કોના હેડક્વાર્ટરમાં આજે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસ પહોંચ્યા પછી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોં સાથે મુલાકાત કરી હતી. જ્યારે બન્ને નેતા મળ્યા તો તેમના સંબંધોમાં અનોખી ઉર્જા જોવા મળી હતી. મહત્વની યાત્રા પર પહોંચેલા પીએમ મોદીની મહત્વની મુલાકાતની આ તસવીરો બન્ને દેશના મજબૂત સંબંધો દર્શાવે છે. જ્યારે પણ યુરોપના દેશો સાથે ભારતના મજબૂત સંબંધોની ચર્ચા થાય છે ત્યારે ફ્રાંસ અને ભારતની દોસ્તી મહત્વની માનવામાં આવે છે. આ સાથે જ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોંએ જૈતાપુર પરિયોજના, જલવાયુ પરિવર્તન, ડિજિટલ અને સાઈબર સુરક્ષા સહિત જમ્મુ-કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરી હતી.

    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંએ ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય ઢંગથી કાશ્મીર મુદ્દે સમાધાન નીકાળવું જોઈએ અને ક્ષેત્રના કોઈ ત્રીજા પક્ષને હસ્તક્ષેપ ન કરવું જોઇએ અને હિંસા ન ભડકાવવું જોઈએ. મેક્રોંએ પ્રધાનમંત્રી મોદી સાથે થયેલી બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. આ વાર્તા પછી એક પ્રેસ નિવેદનમાં રાષ્ટ્રપતિ મેક્રોંએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમને જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા નિર્ણયની જાણ કરી છે અને એ પણ જણાવ્યું કે આ મુદ્દો ભારતની સમપ્રભુતા સાથે જોડાયેલો છે.

    પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, પરમાણુ ઉર્જા અને આતંકવાદથી નિપટવા સહિતના મુદ્દાઓ તેમજ પરસ્પરના સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા થાય તેવી આશા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી એર ઈન્ડિયાના 1950 અને 1966માં થયેલી બે વિમાન દુર્ઘટનાના ભારતીય પીડિતો માટે એક સ્મારકનું પણ ઉદ્ઘાટન કરશે.

    પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પીએમ મોદીએ યુરોપના પહેલા દેશ તરીકે ફ્રાંસની યાત્રા કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી ચાર વર્ષોથી વધારે સમયમાં મહત્વના ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચે સહયોગ વધ્યો છે. બન્ને દેશો વચ્ચે વેપારમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સંરક્ષણ, સમુદ્રી રક્ષા અને સિવિલ ન્યૂક્લિયર ક્ષેત્રમાં સહયોગ મજબૂત થયો છે. ફ્રાંસ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પણ ભારતની સ્થાયી સદસ્યતાનું સમર્થન કરતું રહ્યું છે. યુએઈ અને બહેરીનની યાત્રા પૂરી કર્યા પછી મોદી 25 ઓગસ્ટના રોજ ફ્રાંસના બિયારેત્ઝ જશે જ્યાં તે જી-7 સંમેલનમાં પણ ભાગ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply