કેનેડાએ નોટ પર એક મહિલાનો ફોટો છાપ્યો, કોણ છે આ મહિલા ?
Live TV
-
કેનેડાની બેન્કે શનિવારે 10 ડોલરની નવી નોટ બહાર પાડી છે. આ નોટ મારફત પહેલી વખત દેશના ચલણ પર કોઈ મહિલાનો ફોટો છાપ્યો છે. આ મહિલા છે - વોઈલા ડેસમંડ. વોઈલાએ 72 વર્ષ પહેલાં કેનેડામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.
કેનેડાની બેન્કે શનિવારે 10 ડોલરની નવી નોટ બહાર પાડી છે. આ નોટ મારફત પહેલી વખત દેશના ચલણ પર કોઈ મહિલાનો ફોટો છાપ્યો છે. આ મહિલા છે - વોઈલા ડેસમંડ. વોઈલાએ 72 વર્ષ પહેલાં કેનેડામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. હવે દેશના 26 હજાર લોકોએ વોઈલાનો ફોટો નોટ પર છાપવા માટે મત આપ્યા છે. 1946માં વોઈલાએ કેનેડામાં શ્વેત વર્ગ માટે જાહેર સ્થળો પર બેસવાની અનામત જગ્યાના નિયમનો વિરોધ કર્યો હતો. અહીંથી શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે રંગભેદ વિરુદ્ધ મોટું આંદોલન બની ગયું. વોઈલાના મોતના 53 વર્ષ બાદ હવે તેમના સંઘર્ષને ઓળખ મળી છે.
1914માં જન્મેલાં વોઈલા કેનેડાના નોવા સ્કોટિયા ક્ષેત્રમાં એક બ્યૂટી પ્રોડક્ટ કંપની ચલાવતાં હતાં. 1946માં વોઈલા એક થિયેટરમાં ફિલ્મ જોવા ગયાં. આગળની બેઠકોની ટિકિટ ન મળી તો તેમણે બાલ્કની સીટની ટિકિટ લીધી અને ત્યાં જઈને બેસી ગયાં. જોકે ત્યાં પણ તે સીટ પર નહીં, પરંતુ જમીન પર બેઠાં. કેટલાક લોકો ત્યાં આવ્યા અને વોઈલાને કહ્યું કે બાલ્કનીની જગ્યા અશ્વેતો માટે અનામત છે.
અશ્વેત વોઈલાને થિયેટરની બાલ્કનીની સીટ પરથી ઉઠાવી દેવાયાં હતાં
વોઈલાને કહ્યું કે તેને બાલ્કની એરિયાની સીટ તો દૂર, જમીન પર પણ બેસવાનો અધિકાર નથી. તેમને અશ્વેત કહીને નીચેની સીટો પર જઈને બેસવા માટે કહેવાયું. વોઈલાએ વિરોધ કર્યો અને ઊઠીને જવાનો ઈનકાર કરી દીધો. પરિણામે તેમને લડાઈ ભડકાવવાના આરોપમાં પોલીસને હવાલે કરી દેવાયાં. વોઈલા 12 ક્લાક જેલમાં રહ્યાં. તેમને 1300 રૂપિયાનો દંડ પણ કરાયો. જેલમાંથી બહાર આવતા જ તેમણે રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. વોઈલાને સમગ્ર કેનેડામાંથી જોરદાર સમર્થન મળ્યું. તે ત્યાં રંગભેદ આંદોલન અને નાગરિક અધિકાર આંદલોનનો ચહેરો બની ગયાં. આંદોલન સફળ રહ્યું.
1965માં વોઈલાનું મોત થયું. વોઈલાની વાત 2 વર્ષ પહેલાં ફરી તાજી થઈ. તેમના ગૃહનગર નોવા સ્કોટિયાની પહેલી આફ્રિકન લેફ્ટનન્ટ ગવર્નર મયાન ફ્રાન્સિસે એક સભામાં વોઈલાના યોગદાનને યાદ કર્યું. મયાને કહ્યું કે એક અશ્વેત મહિલા (મયાન), બીજી અશ્વેત મહિલા (વોઈલા)ના અધિકાર માટે અપીલ કરશે. ત્યાર બાદ જ વોઈલાનો ફોટો નોટ પર છાપીને તેમને સન્માન આપવાની વાત ઊઠવા લાગી હતી, જેના પર કેનેડા બેન્કે હવે અમલ કર્યો છે.