ભારતના માનવ અધિકાર પર પાકિસ્તાને છેતરપિંડી કરી છે
Live TV
-
પાકિસ્તાનની શેરીઓ મા આતંકવાદીઓ નિર્ભય થઈને ફરે છે તે દેશ માનવ અધિકારોની વાત કરે એ શોભે નહી : મિનિ દવે
જીનેવા ખાતે થઈ રહેલી સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના 37મા સત્રમાં પાકિસ્તાન તરફથી લગાવેલા આરોપ પર ભારતે ભારે ટીકા કરી હતી. પાકિસ્તાન તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભારતમાં માનવ અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ આરોપ સામે વિદેશ મંત્રાલયના દ્રિતીય સેક્રેટરી મિનિ દેવી કુમમે કહ્યું હતું કે, પાકિસ્તાનની શેરીઓ મા આતંકવાદીઓ નિર્ભય થઈને ફરે છે તે દેશ માનવ અધિકારોની વાત કરે એ શોભે નહી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વિશ્વ લોકશાહી અને નવાઅધિકારની વાતો એવા દેશ પાસેથી નથી સાંભળવા માંગતું, જે પોતે આ મુદ્દે નિષ્ફળ હોય. આ ઉપરાંત ભારતે ફરી એક વખત આતંકવાદી હાફિઝ સઇદને આશ્રય આપવાના મુદ્દે પાકિસ્તાન પર આડે હાથે લેતા કહ્યું કે, યુએન સિક્યુરિટી કાઉન્સીલના ઠરાવ 1267 પ્રમાણે યુનાઇટેડ નેશન્સ દ્વારા હાફિસ સઇદને આતંકવાદી જાહેર કરાયો છે. તેમ છતાં તે પાકિસ્તાન સરકારના સંરક્ષણમાં તે ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ઉપરાંત યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રતિબંધિત સંગઠનોને રાજનીતિની પ્રમુખ ધારામાં લાવવા માટે કામ કરી રહ્યો છે.