ગુગલે ડુડલ બનાવીને 'વિશ્વની સૌથી ઝડપી મહિલા' અમેરિકન સ્ટંટ આર્ટિસ્ટ કિટ્ટી ઓ'નીલને યાદ કર્યા
Live TV
-
1979માં કિટ્ટીના જીવન પર આધારિત બાયોપિક Silent Victory: The Kitty O'Neil Story પણ રિલીઝ થઈ હતી
ગૂગલે આજે અમેરિકન સ્ટંટ આર્ટિસ્ટ કિટ્ટી ઓ'નીલને યાદ કરીને તેમના 77માં જન્મદિવસ પર ડૂડલ વડે શુભેચ્છા પાઠવી છે. કિટ્ટીને 'વિશ્વની સૌથી ઝડપી મહિલા'નો તાજ મળ્યો છે.
આજનું Google ડૂડલ કિટ્ટી ઓ'નીલને સમર્પિત છે. જે ગેસ્ટ આર્ટીસ્ટ મીયા જિઆંગે બનાવ્યુ છે. કિટ્ટી ઓ'નીલ અમેરિકાની સ્ટંટ પર્ફોર્મર તરીકે ઓળખાય છે. તે રોકેટ ઇંધણ દ્વારા સંચાલિત સૌથી ઝડપી વાહન ચલાવવા માટે પણ પ્રખ્યાત બની હતી.

કિટ્ટી ઓ'નીલ
કિટ્ટી ઓ'નીલનો જન્મ આ દિવસે એટલે કે 24 માર્ચ 1946ના રોજ અમેરિકામાં થયો હતો. ગૂગલના જણાવ્યા અનુસાર, તેમના જન્મના શરૂઆતના થોડા મહિનામાં તે ઘણી બીમારીઓથી ઘેરાઈ ગયા હતા અને તેને ખૂબ જ તાવ હતો. આ દરમિયાન તેની શ્રવણ શક્તિ ગુમાવી દીધી અને કિટ્ટી બહેરી થઈ ગઈ. પરંતુ આટલી નાની ઉંમરે મોટા ફટકાનો સામનો કર્યા પછી પણ તેણે જીવન છોડ્યું નહીં.
કિટ્ટીએ ઘણા ક્મ્યુનિકિશેનના વિવિધ માધ્યમો શીખ્યા. આખરે તેણે લિપ રીડિંગ અને બોલવાની પદ્ધતિ પસંદ કરી અને જીવનમાં આગળ વધી. પાછળથી, તેણે પોતાની અંદર ડ્રાઇવિંગનો ક્રેઝ શોધી કાઢ્યો પરંતુ અહીં પણ તે ઘાયલ થઇ ગયા હતા.
ટીવી સિરિયલમાં સ્ટંટ
70ના દાયકામાં તેણે ફિલ્મો અને ટીવી સિરિયલો માટે સ્ટંટ કરવાનું શરૂ કર્યું. તેણે ધ બાયોનિક વુમન (1976), વન્ડર વુમન (1977–1979) અને ધ બ્લૂઝ બ્રધર્સ (1980) માટે આવા ઘણા સ્ટંટ કર્યા. Stunts Unlimitedમાં જોડાનાર તે પ્રથમ મહિલા બની. સ્ટન્ટ્સ અનલિમિટેડ એ હોલીવુડના ટોચના સ્ટંટ કલાકારોની સંસ્થા છે, જેમાં કિટ્ટી ઓ'નીલ જોડાવાવાળી પ્રથમ મહિલા છે.
કિટ્ટી ઓ'નીલને 1976માં 'ફાસ્ટેસ્ટ વુમન અલાઈવ'નો ખિતાબ મળ્યો હતો. તેમણે એક રોકેટ પાવરથી ચાલનારી સુપરફાસ્ટ કાર Motivator ચલાવી અને તેમાં રેકોર્ડ બનાવ્યો. હવે એવું લાગી રહ્યું હતું કે, તે પુરુષોનો રેકોર્ડ પણ તોડી શકે છે. પરંતુ એવું કહેવાય છે કે તેના સ્પોન્સર્સે કિટ્ટીને આવું કરવા દીધું ન હતું. કિટ્ટીએ આ માટે કાનૂની લડાઈ પણ લડી હતી પરંતુ તેને અહીં સફળતા મળી ન હતી.
1979માં કિટ્ટીના જીવન પર આધારિત બાયોપિક Silent Victory: The Kitty O'Neil Story પણ રિલીઝ થઈ હતી. ગૂગલે ડૂડલ દ્વારા વિશ્વની તમામ મહિલાઓને પ્રેરણા આપવા બદલ કિટ્ટીનો આભાર માન્યો છે.
