Skip to main content
Settings Settings for Dark

નિવૃત્તિની ઉંમર વધારવાને લઈ ફ્રાન્સ સરકાર વિરુદ્ધ બે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી

Live TV

X
  • પેન્શન માટે ઉંમર વધારવાની સરકારની યોજનાને લઈને ફ્રાન્સ સરાકાર અને જનતા વચ્ચે જંગનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સની જનતાનો વિરોધ સતત ઉગ્ર બની રહ્યો છે.  છેલ્લા 2 મહિનાથી પેરીસ સહિત ઘણા શહેરોમાં લાખો લોકો આ નિતિ વિરુદ્ધ પોતાનું પ્રદર્શન કરી રહ્યા છે.  દેશવ્યાપી વિરોધના નવમા દિવસે, ટ્રેન અને હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી. જેથી લોકોને એર્પોર્ટ ટર્મીનલમાં પણ ચાલીને જવાનું પડ્યું. જ્યારે ઘણા શિક્ષકોએ નોકરી છોડી દીધી હતી. સરકારે સંસદમાં મત વિના નિવૃત્તિની વય બે વર્ષ વધારીને 64 કરવા માટે કાયદા દ્વારા દબાણ કર્યા પછી વિરોધ શરૂ થયો. સાથે જ રાષ્ટ્રપતિ મેક્રોને આ કાયદાને સમર્થન આપતા બુધવારે કહ્યું હતું કે, દેશભરમાં વધતા ગુસ્સા છતાં કાયદો વર્ષના અંત સુધીમાં અમલમાં આવશે.

    ફ્રાન્સની સરકાર બંને અવિશ્વાસ મત જીતી ગઈ છે. નિવૃત્તિની ઉંમર વધારવાને લઈ ફ્રાન્સ સરકાર વિરુદ્ધ બે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. એની સાથે નિવૃત્તિની ઉંમર વધારતું બિલ હવે કાયદો બની ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો હવે કાયદાકીય રીતે નિવૃત્તિની ઉંમર 62થી વધારી 64 થઈ ગઈ છે.

    ભારતીય સમય મુજબ, સોમવારે મોડી રાત્રે ફ્રાન્સની સંસદમાં અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થયું. એને પાસ થવા માટે 287 મતની જરૂર હતી, પરંતુ 278 મત જ મળ્યા. જો દરખાસ્ત પાસ થઈ ગઈ હોત, તો મેક્રોન સરકાર પડી ગઈ હોત અને ફરીથી ચૂંટણી યોજાઈ હોત, નિવૃત્તિની ઉંમરને વધારતું બિલ કાયદો બન્યા પછી પણ લોકોનું પ્રદર્શન ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply