Skip to main content
Settings Settings for Dark

બોમ્બ ચક્રવાતના કરાણે કેલિફોર્નિયાના અનેક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ

Live TV

X
  • કેલિફોર્નિયામાં હાલ આવેલા બોબ્બ તોફાનના કારણે ભારે નુકશાન પહોચ્યું છે. તોફાન, નુકસાનકારક પવન, વરસાદ અને હિમવર્ષાના કારણે પશ્ચિમ યુએસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટના સામે આવા છે. મેક્સિકો બોર્ડરથી લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તાર સુધી ભારે પવનની ચેતવણી ત્યાના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. રાજ્યમાં આવેલા તોફાનના પગલે અનેક વિસ્તારોમાં 97 કિલોમીટર પ્રતિ કલાક (60 માઇલ પ્રતિ કલાક) સુધીની ઝડપે તોફાનોની આગાહી કરવામાં આવી હતી.

    યુ.એસ. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે, એરિઝોના અને નેવાડાના ભાગો સાથેનો મોટા ભાગનો વિસ્તાર બુધવારે સતત વરસાદ અને બરફ પીગળવાના કારણે પૂરની સમસ્યા જોવામળી શકે છે. હાવ કેલિફોર્નિયામાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને ખાડીઓમાં પૂરની સ્થિતિ જોવામળી રહી છે. કેલિફોર્નિયાના હેનફોર્ડમાં નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રીઓ દ્વારા હજુ પણ વધારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને કારણે પૂરની સ્થિતિ હજુ પણ વધારે વરણીસી શકે છે. જેથી કેલિફોર્નિયામાંની જનતાને સાવચેત રહવાની સલાહ સરકાર દ્વારા આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply