જાપાનમાં સોમવારના પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક વધીને 126 થયો
Live TV
-
જાપાની સત્તાવાળાઓએ આપેલી માહિતી મુજબ મધ્ય જાપાનના ઈશિકાવા પ્રીફેક્ચરમાં સોમવારે આવેલા પ્રચંડ ભૂકંપથી મૃત્યુઆંક વધીને 126 થઈ ગયો છે અને 200 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. નવા વર્ષના દિવસે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂસ્ખલનના કારણે અને મકાનો ધરાશયી થવાથી 8 વર્ષના છોકરા સહિત ઓછામાં ઓછા 10 લોકો એનામિઝુ શહેરના ભાગમાં ફસાયા હોવાનું માનવામાં આવે છે. ઘણા રસ્તાઓ અવરોધિત છે, જેના કારણે લોકો સુધી પહોંચવું મુશ્કેલ બનાવે છે. જાપાનના સ્વ-સંરક્ષણ દળો બચાવ કામગીરી હાથ ધરવા અને અલગ-અલગ વિસ્તારોમાં પુરવઠો પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.
પ્રીફેક્ચરમાં ઇવેક્યુએશન કેન્દ્રોમાં હાલમાં લગભગ 30,000 લોકો રહે છે. સ્થાનિક સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 66,000 ઘરોમાં પાણી વગર રહે છે. નોટો દ્વીપકલ્પ અને આસપાસના વિસ્તારોમાં ગંભીર ભૂકંપની સ્થિતિ ચાલુ છે. આજે સવારે ઇશિકાવા પ્રીફેક્ચરમાં 5.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. સત્તાવાળાઓએ રહેવાસીઓને આવા વધુ ભૂકંપ માટે સતર્ક રહેવા વિનંતી કરી છે જે લગભગ પહેલાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપ જેટલા મોટો હોઈ શકે.
એક અભ્યાસ દર્શાવે છે કે 2 જાન્યુઆરી, 2024ના રોજ જાપાનના નોટો દ્વીપમાં આવેલા ભૂકંપના કારણે આ વિસ્તારમાં દરિયાકાંઠો 175 મીટર સુધી વિસ્તરી ગયો છે. હિરોશિમા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલના એસોસિયેટ પ્રોફેસર ગોટોઉ હિડેકીની આગેવાની હેઠળની એક તપાસ ટીમે ભૂકંપના કારણે થતા ગ્રાઉન્ડ શિફ્ટ અને ઇશિકાવાના મધ્ય જાપાની પ્રીફેક્ચરમાં સુનામી મોજાની અસરનો અભ્યાસ કર્યો હતો, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું. આ અભ્યાસ મુખ્યત્વે 7.6 તીવ્રતાના ભૂકંપ પછી લેવામાં આવેલા હવાઈ ફોટાઓનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો. તે નોટો દ્વીપના ઉત્તરપૂર્વીય ભાગના દરિયાકાંઠાના લગભગ 50 કિલોમીટરના પટને આવરી લે છે. પરિણામો દર્શાવે છે કે ભૂકંપના કારણે લગભગ તમામ વિસ્તારની સાથે જમીન ઉંચી થઈ ગઈ હતી અને જમીન વિસ્તરી હતી. તેણે સુઝુ સિટીના કવૌરા જિલ્લામાં દરિયાકાંઠાના દરિયા કિનારાને 175 મીટર ખસેડ્યો.
મંગળવારે ફ્રેન્ચ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે વાજિમા સિટીના ઓઝાવા જિલ્લાના બંદર પરથી દરિયાનું પાણી ઓસરી ગયું છે. શ્રી ગોટોઉએ કહ્યું, આ જમીન ઉત્થાનથી પરિણમ્યું છે.સંશોધકો કહે છે કે પરિણામે, જમીનનો વિસ્તાર કુલ 2.4 ચોરસ કિલોમીટરનો થયો. દ્વીપના ઉત્તરી કિનારે કેટલાક બંદરો પર દરિયાઈ પાણી લગભગ ઉતરી ગયું છે.