તુર્કીમાં બે વર્ષ બાદ કટોકટી ખતમ
Live TV
-
તુર્કીમાં બે વર્ષ બાદ કટોકટી હટી, 2016માં સૈન્ય દ્વારા સત્તા પલટાવવાના પ્રયાસ બાદ દેશમાં લગાવવામાં આવ્યો હતો આપાતકાલ, રાષ્ટ્રપતિ તૈયબ એર્દોઆનના ચૂંટણી જીત્યાના બે સપ્તાહ બાદ આવ્યો નિર્ણય.
તુર્કીમાં રાષ્ટ્રવ્યાપી કટોકટીની સ્થિતિ સમાપ્ત કરી દીધી છે. બે વર્ષ પહેલા સત્તા પલટાવવાના નિષ્ફળ પ્રયત્ન બાદ કટોકટી લાદવામાં આવી હતી. કટોકટી દરમિયાન હજારો લોકોની ધરપકડ કરવામાં આવી અથવા નોકરીમાંથઈ હટાવી દેવામાં આવ્યા હતા. સરકારે ત્રણ-ત્રણ મહિનાની કટોકટી સાત વાર આગળ વધાર્યા બાદ હવે આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાષ્ટ્રપતિ રિસેપ તૈયિપ એદ્રોગનના ચૂંટણી જીત્યાના બે સપ્તાહ બાદ લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષી ઉમેદવારોએ કહ્યું હતું કે, તે ચૂંટણી જીતી જશે તો પ્રથમ કામ કટોકટી સમાપ્ત કરવાનું કરશે.