ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બન્યો
Live TV
-
ફ્રાન્સ અને બ્રિટેન જેવા દેશોને પાછળ મુકી ભારત હવે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. વિશ્વબેન્કે 2017 ના જે આંકડા જાહેર કર્યા છે. તેમાં છેલ્લા એકદશકમાં ભારતે પોતાના જીડીપીમાં બે ગણો વધારો નોંધાવ્યો છે. જ્યારે આ દરમિયાન એશિયામાં ચીન ઘણો પાછો રહી ગયો છે. આંકડા જોઇએ તો પાછલા નાણાકીય વર્ષમાં ભારતની કુલ જીડીપી 2 પોઇન્ટ 597 ટ્રીલીયન ડોલર.. જ્યારે ફ્રાન્સની જીડીપી 2 પોઇન્ટ 582 ટ્રીલીયન ડોલર છે. વિશ્વબેન્કે જાહેર કર્યું છે કે ,જીએસટી લાગુ કર્યા બાદ ,અર્થવ્યવસ્થા તેજ થઇ છે. આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષે ,2019માં ભારતની ,7 પોઇન્ટ 8 ટકા જીડીપી થવાની સંભાવના દર્શાવી છે. 2032 સુધી ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બનવાની શક્યાતા છે.