થાઈલેન્ડ રેસ્ક્યુનો આખરે સુખદ અંતઃ કોચ સહિત 12 બાળકોને સુરક્ષિત કઢાયાં
Live TV
-
ઉત્તરી થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં બે સપ્તાહથી વધુ સમયથી ફસાયેલા 12 ફૂટબોલ ખેલાડી બાળકો અને તેમના કોચને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ત્રણ દિવસ સુધી ચાલેલા રેસ્ક્યુ ઑપરેશનમાં પહેલા દિવસે 4, બીજા દિવસે ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આજે સુરક્ષિત રીતે આ અભિયાન પૂરું થયું છે.
બહાર કઢાતા બાળકો અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુફામાંથી કઢાયેલા બાળકોને કેમ્પ સાઈટ્સમાં સારવાર આપવામા આવી રહી છે અને તમામનું સ્વાસ્થય સારું છે. બે બાળકોમાં હાઈપોથેરેમિયાની અસર જોવા મળી હતી, પરંતુ તેમની પણ યોગ્ય સારવાર ચાલી રહી છે.
