દક્ષિણ કોરિયાના 200 બૌદ્ધ સાધુઓના પ્રતિનિધિમંડળે યુપીના કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ મંદિરમાં કરી વિશેષ પ્રાર્થના
Live TV
-
આજે એટલે કે ગુરુવારે દક્ષિણ કોરિયાના 200 બૌદ્ધ સાધુઓના એક પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે મહાપરિનિર્વાણ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. આ સાથે વિશ્વ શાંતિની પણ કામના કરી. ઉલ્લેખનીય છે કે પ્રતિનિધિમંડળ પગપાળા અને બોધગયાથી કુશીનગર પહોંચ્યું હતુ. આ યાત્રા ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રાજદ્વારી સંબંધો અને સહયોગના 50 વર્ષ પૂરા કરી રહી છે.
AIR સંવાદદાતાએ આપેલા અહેવાલ પ્રમાણે ભારત સરકારના અતિથિ તરીકે, પ્રતિનિધિ મંડળે ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત સાથે વિશેષ પૂજા કરી હતી. આ પ્રતિનિધિમંડળની વાત કરીએ તો પ્રતિનિધિમંડળમાં કુલ 111 VIP અને 89 લોકો સ્ટાફ તરીકે જોડાયા હતા. કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિર અને મહાપરિનિર્વાણ સ્થળમાં પૂજા કર્યા બાદ પ્રતિનિધિમંડળ 11મી માર્ચે નેપાળમાં લુમ્બિની જવા રવાના થશે. આ સમયગાળા દરમિયાન તેમના માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની સાંગવોલ સોસાયટી દ્વારા આયોજિત વૉકિંગ તીર્થયાત્રાના ભાગરૂપે દક્ષિણ કોરિયાના સાધુઓ 43 દિવસના સમયગાળામાં 1100 કિમી પગપાળા પ્રવાસ કરશે.
