પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટની ઘટના, બે લોકોના મોત
Live TV
-
પાકિસ્તાનના આતંકવાદ પ્રભાવિત બલૂચિસ્તાન પ્રાંતના, ખુઝદાર શહેરમાં રવિવારે મોડી સાંજે થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં, ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. સ્થાનિક પોલીસે, આ માહિતી આપી હતી.
વિસ્ફોટ ખુઝદારના વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં ઓમર ફારૂક ચોકમાં થયો હતો. બ્લાસ્ટ સમયે, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઈદની ખરીદીમાં વ્યસ્ત હતા. આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે.’
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે,’ અજાણ્યા હુમલાખોરોએ મોટરસાઇકલમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઇડી) ફીટ કર્યું હતું અને તેને ઓમર ફારૂક ચોકમાં પાર્ક કર્યું હતું. વિસ્ફોટ રિમોટ કંટ્રોલ દ્વારા, કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.’
