Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં યુનેસ્કો મુખ્યાલયમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

Live TV

X
  • ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો મુખ્યાલયમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

    ફ્રાન્સ પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કો મુખ્યાલયમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભારત અને ફ્રાન્સની મિત્રતાને અતૂટ ગણાવતાં આજનો દિવસ ભારત અને ફ્રાન્સની મિત્રતાને નામે ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સના સંબંધો સતત મજબુત બની રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી સરકારે ભારતમાં 75 દિવસમાં જ અનેક મહત્વના નિર્ણયો લીધા છે. અમે લોકશાહીની તાકાતથી દેશહિતમાં કામ કરી રહ્યાં છીએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત હવે ગરીબીમાંથી બહાર આવી રહ્યું છે. ચંદ્ર પર ઉતરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી આજે પેરિસમાં એક મેમોરિયલનું ઉદ્ધાટન પણ કર્યું હતું જે વર્ષ 1950 અને 1960માં થયેલ એક ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ દુર્ધટનામાં હોમી જહાંગીર ભાભાનું પણ અવસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના પ્રવાસના બીજા ચરણ માટે યુએઈ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply