ફિલીપાઈન્સના પ્રમુખે ઓફિસર્સને આતંકી કહ્યાં, UNએ કહ્યું ઈલાજ કરાવો
Live TV
-
યુનાઈટેડ નેશન્સમાં હ્યુમન રાઈટ્સના હાઇ કમિશનર ઝાયદ રાદ અલ હુસૈને કહ્યું કે, ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તોને મગજની તપાસ કરાવવાની જરૂર છે. જણાવી દઈએ કે હાલમાં જ દુતેર્તોની સરકારે 600 લોકોને આતંકી જાહેરાત કર્યાં છે, જેમાં યુએનની એક અધિકારી પણ સામેલ છે.
ફિલીપાઈન્સે હાલમાં જ મનીલાની કોર્ટમાં આતંકીઓના નામવાળી એક લિસ્ટ સોંપી છે. જેમાં ત્યાંના નાગરિક અને યુએનના સ્પેશિયલ રિપોર્ટર વિકટોરિયા તૌલી-કાર્પેઝ પર કોમ્યુનિટી ગોરિલ્લા હોવાનો આરોપ લગાવ્યો છે.
ઝાયદે કહ્યું કે, "તેઓને મગજની સારવારની જરૂર છે. આ પ્રકારની કોમેન્ટ સાંખી ન શકાય. આ મુદ્દે ચુપ ન રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે જ"
તૌલીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં
- ફિલીપાઈન્સ સરકારે તૌલી પર આતંકી હોવાના અને ત્યાંના પ્રતિબંધિત સંગઠન ન્યુ પીપુલ્સ આર્મીની મેમ્બર હોવાના આરોપ લગાવ્યાં છે.
- તો બીજી બાજુ તૌલીએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. તેઓ 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે.
દુતેર્તે ફિલીપાઈન્સમાં ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ટેક્સ ચોરી વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે.
- હાલમાં જ તેઓએ કહ્યું હતું કે તેમની સરકારનો વિરોધ કરનારી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દેવી જોઈએ.
- થોડાં દિવસ પહેલાં જ તેઓએ સ્મગલિંગથી લાવવામાં આવેલી 8 કરોડની લક્ઝરી કારો પર બુલડોઝર ફેરવવાના આદેશ આપ્યાં હતા.