બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
Live TV
-
બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચ પોઈન્ટ છ માપવામાં આવી હતી. આ આંચકા ઢાકા, ચટ્ટોગ્રામ અને કેટલાક અન્ય ભાગોમાં અનુભવાયા હતા. સવારે 9.30 કલાકે આવેલો આ ભૂકંપ થોડીક સેકન્ડ સુધી ચાલ્યો હતો. તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી અને કેન્દ્ર ચટ્ટોગ્રામ વિભાગના કોમિલ્લામાં હતું. સિલ્હેટ, ખુલના અને રાજવંશી વિભાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
