મિલ્લી મુસ્લીમ લીગ એક આતંકી સંગઠન : અમેરિકા
Live TV
-
પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે મિલ્લી મુસ્લીમ લીગને રાજકીય સંગઠન હોવાની માન્યતા આપતા અમેરિકાએ કર્યો ખુલ્લાસો.
અમેરિકાએ મંગળવારે મિલ્લી મુસ્લિમ લીગને આતંકી સગંઠન જાહેર કર્યું છે કે આ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું રાજકીય સંગઠન છે. આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં એમએમએલને એક રાજકીય દળ તરીકે માન્યતા આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ધી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે અંતર્ગત લશ્કર-એ-તોઈબા સાથે એમએમએલ અને તહરીક-એ-આઝાદી-એ કાશ્મીરને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે હાફિઝે 23 માર્ચે એમએમએલનું ઘોષણા પત્ર જાહેર કરી દીધું છે. મિલ્લી મુસ્લિમ લીગને એક રાજકીય પાર્ટી તરીકે માન્યતા આપવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ રસ્તો ચોખ્ખો કરી દીધો છે.