મોહમ્મદ મુસ્તફાની પેલેસ્ટાઈનના આગામી પ્રધાનમંત્રી તરીકે નિયુક્તી
Live TV
-
ગાઝામાં યુદ્ધને કારણે થોડા દિવસો પહેલા મોહમ્મદ શતયેહે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું
મોહમ્મદ મુસ્તફાને પેલેસ્ટાઈનના આગામી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રી મોહમ્મદ મુસ્તફા ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન સરકારનું નેતૃત્વ કરશે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે મોહમ્મદ મુસ્તફાને દેશના આગામી પીએમ તરીકે નિયુક્ત કર્યા છે. વેસ્ટ બેંકમાં વધી રહેલી હિંસા અને ગાઝામાં યુદ્ધને કારણે થોડા દિવસો પહેલા મોહમ્મદ શતયેહે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મુસ્તફાનો જન્મ 1954માં પશ્ચિમ કાંઠાના શહેર તુલકારેમમાં થયો હતો. તેમણે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવેલી છે.