PM મોદીએ ભૂટાનના PM શેરિંગ તોબગે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
Live TV
-
ભારતની મુલાકાતે આવેલા ભૂટાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બન્ને દેશના પ્રધાનમંત્રીઓએ નવી દિલ્હી અને થિમ્પુ વચ્ચેની "અનોખી અને વિશેષ" ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. 'X' પર એક ટ્વિટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મિત્ર અને ભૂટાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગાને મળીને ખુશી વ્યક્ત કરી હતી.
તોબગે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે છે. પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. ભૂટાનના પ્રધાનમંત્રીનું ગુરૂવારે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના મિત્રતાના સંબંધોનો પુરાવો છે.
ભૂટાનના પીએમ સાથે વિદેશ અને વિદેશ વ્યાપાર મંત્રી, ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી, ઉદ્યોગ, વાણિજ્ય અને રોજગાર મંત્રી તથા ભૂટાનની રાજવી સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ છે. આ બેઠક દરમિયાન, ભૂટાનના પીએમ શેરિંગ તોબગેએ રાજા વાંગચુક વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂટાનની મુલાકાત લેવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. ભૂટાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગેના આ આમંત્રણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું હતું.