Skip to main content
Settings Settings for Dark

રવાન્ડામાં એક ભારતીય દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત, પ્રધાનમંત્રી રવાન્ડાથી યુગાન્ડા જવા રવાના

Live TV

X
  • પ્રધાનમંત્રી રવાન્ડાથી યુગાન્ડા જવા માટે રવાના થઈ ચૂક્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવાન્ડાના કિગાલી ખાતે ઇન્ડિયા રવાન્ડા બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ,સમગ્ર આફ્રિકામાં રવાન્ડાના વિકાસ મોડલની ચર્ચા થઈ રહી છે. જે તેની પ્રગતિ દર્શાવે છે. બિઝનેસઝ ફોરમને સંબોધન કરતા પહેલા પીએમ મોદી એ રવાન્ડાના રવેરૂ મોડલ ગામની મુલાકાત લીધી હતી તેમજ ગિરિંકા યોજના અંતર્ગત ગામને 200 ગાયની ભેટ આપી હતી. નોંધનીય છે કે, રવાન્ડામાં ગિરિંકા યોજના રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા અંતર્ગત ચલાવવામાં આવી રહી છે ગિરિંકાનો અર્થ થાય છે એક ગાય રાખો. ગરીબી નાબૂદી માટે વર્ષ 2006માં રવાન્ડામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી. અને રવાન્ડા સરકારનો દાવો છે કે આ યોજનાથી લાખો પરિવારને આર્થિક મદદ મળી છે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કિગાલી નરસંહાર સ્મારકની મુલાકાત લઇને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સ્મારક રવાન્ડામાં વર્ષ 1994માં થયેલા નરસંહારમાં મૃત્યુ પામેલા અઢી લાખ લોકોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી આફ્રિકન દેશોની યાત્રામાં હાલ રવાન્ડામાં છે જ્યાં ગઈકાલે કૃષિ અને પશુપાલન, રક્ષા તકનિક, ક્ષમતા વિકાસ જેવી 8 બાબતો પર સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચર્મ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવા માટે પણ બન્ને દેશો વચ્ચે સહમતિ સધાઈ છે. દરમિયાન રવાન્ડામાં એક ભારતીય દૂતાવાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં પ્રધાનમંત્રી રવાન્ડાથી યુગાન્ડા જવા માટે રવાના થઈ ચૂક્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply