લેસ્બોસ ટાપુ નજીક તોફાની પવનને કારણે એક માલવાહક જહાજ ડૂબ્યું
Live TV
-
લેસ્બોસ ટાપુ નજીક તોફાની પવનને કારણે એક માલવાહક જહાજ ડૂબી ગયું.
લેસ્બોસ ટાપુ નજીક તોફાની પવનને કારણે એક માલવાહક જહાજ ડૂબી ગયું. ગઈ કાલ મોડી સાંજથી જહાજમાં સવાર ચાર ભારતીયો સહિત 14 લોકો ગુમ છે. ગ્રીક કોસ્ટ ગાર્ડે રવિવારે જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોની શોધ માટે એક મોટું બચાવ અભિયાન ચાલી રહ્યું છે. કાર્ગો જહાજમાં 14 ક્રૂ મેમ્બર હતા અને તેમાં મીઠું ભરેલું હતું. આ જહાજ ઇજિપ્તના દેખેલાથી ઇસ્તંબુલ તરફ રવાના થયું હતું.
ક્રૂ મેમ્બર્સમાં બે સીરિયન નાગરિકો, ચાર ભારતીય અને આઠ ઇજિપ્તવાસીઓનો સમાવેશ થાય છે. રેસ્ક્યૂ કાર્યમાં પાંચ માલવાહક જહાજો, ત્રણ કોસ્ટ ગાર્ડ જહાજો, વાયુસેના અને નૌકાદળના હેલિકોપ્ટર તેમજ નૌકાદળના ફ્રિગેટ સામેલ છે.
