Skip to main content
Settings Settings for Dark

વેનેઝુએલામાં લોકજુવાળ: "જ્યાં સુધી માદુરો પાછા નહીં આવે, ત્યાં સુધી જંગ ચાલુ રહેશે"- મંત્રી કેબેલોનો હુંકાર

Live TV

X
  • વેનેઝુએલાની રાજધાની કરાકસમાં શુક્રવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમેરિકી સૈન્ય દ્વારા પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની મુક્તિની માંગ સાથે યોજાયેલી આ વિશાળ રેલીમાં આંતરિક બાબતોના મંત્રી ડાયોસદાદો કેબેલોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે માદુરોની વાપસી વિના આ લડાઈનો અંત આવશે નહીં.

    ઘટનાની વાત કરીએ તો 'ગ્રેટ માર્ચ ઓફ જાન્યુઆરી 23' અંતર્ગત વિશાળ સરકાર તરફી રેલી કાઢવામાં આવી હતી. તેમની મુખ્ય માંગની વાત કરીએ તો નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની જેલમાંથી મુક્તિ કરવામાં આવે. મહત્વનું છે કે 3 જાન્યુઆરીના અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ બાદ વેનેઝુએલામાં તણાવની સ્થિતિ છે.

    "માદુરોનું અપહરણ થયું છે" - સરકાર સમર્થકોનો આક્ષેપ
    કરાકસની ગલીઓમાં ઉમટેલા જનમેદનીને સંબોધતા મંત્રી કેબેલોએ અમેરિકા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે 3 જાન્યુઆરીની ઘટનાને 'અપહરણ' ગણાવતા કહ્યું કે, અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને માદુરો અને તેમની પત્નીને બંદી બનાવી અમેરિકી જેલમાં મોકલી દીધા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી બંધારણીય રાષ્ટ્રપતિ દેશમાં પરત નહીં ફરે ત્યાં સુધી ક્રાંતિકારી લડત ચાલુ રહેશે.

    ઐતિહાસિક દિવસ અને વર્તમાન કટોકટી
    23 જાન્યુઆરી વેનેઝુએલા માટે ઐતિહાસિક રીતે મહત્વનો દિવસ છે. વર્ષ 1958માં આ જ દિવસે લશ્કરી સરમુખત્યાર પેરેઝ જિમેનેઝના શાસનનો અંત આવ્યો હતો. સરકાર આ દિવસનો ઉપયોગ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા અને વર્તમાન કાર્યકારી સરકાર (જેનું નેતૃત્વ ડેલ્સી રોડ્રિગ્ઝ કરી રહ્યા છે) પ્રત્યે સમર્થન દર્શાવવા માટે કરી રહી છે.

    શું થયું હતું 3 જાન્યુઆરીએ?
    વર્ષના પ્રારંભમાં જ અમેરિકી દળોએ એક ગુપ્ત ઓપરેશન દ્વારા માદુરોની ધરપકડ કરી હતી. અમેરિકાએ માદુરો પર ડ્રગ ટ્રાફિકિંગ અને નાર્કો-ટેરરિઝમના ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારથી વેનેઝુએલામાં અરાજકતા જેવી સ્થિતિ છે અને દેશ બે ભાગમાં વહેંચાયેલો દેખાય છે - એક પક્ષ જે માદુરોની વાપસી ઈચ્છે છે અને બીજો પક્ષ જે લોકશાહીના નવા યુગની આશા રાખે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply