Skip to main content
Settings Settings for Dark

વોશિંગ્ટન ડીસીમાં મોડી રાત્રે અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત

Live TV

X
  • જે જગ્યાએ ગોળીબાર થયો છે તે જગ્યા , અમેરિકન રાષ્ટ્રપતિના વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિમી જ દૂર છે

    અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં મોડી રાત્રે સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 10.00 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી તે વિસ્તાર, સ્થાનિક પોલીસે કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. અહેવાલ પ્રમાણે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાતે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને ત્યારપછી એમ્બ્યુલન્સમાં ઘણાં લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે જગ્યાએ ગોળીબાર થયો છે તે જગ્યા , અમેરિકન રાષ્ટ્રપતિના વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિમી જ દૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply