Skip to main content
Settings Settings for Dark

શી જિનપિંગની વધી તાકાત, સતત ત્રીજી વખત બન્યા ચીનના રાષ્ટ્રપતિ

Live TV

X
  • ચીનમાં પહેલી વખત કોઈ નેતાને ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. શુક્રવારે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. ચીનમાં પહેલી વખત કોઈ નેતાને ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીનની પીપલ્સ પાર્ટીની વાર્ષિક નેશનલ પીપલ્સ કોંગ્રેસના આયોજનમાં પણ શી જિનપિંગને સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શી જિનપિંગને ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.  

    શી જિનપિંગ સત્તામાં આવ્યા તે પહેલા ચીનના રાષ્ટ્રપતિ માત્ર પાંચ વર્ષની બે ટર્મ અથવા 68 વર્ષની ઉંમર સુધી રાષ્ટ્રપતિ રહી શકતા હતા, પરંતુ વર્ષ 2013માં સત્તામાં આવેલા શી જિનપિંગે આ નિયમને ખતમ કરી દીધો હતો. આ જ કારણ છે કે શી જિનપિંગ, 69 વર્ષના હોવા છતાં અને બે ટર્મ સફળતાપૂર્વક સેવા આપીને, અભૂતપૂર્વ રીતે ત્રીજી વખત દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply