શ્રીલંકામાં ભારતીય મૂળના તમિલોને ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત રહેઠાણ ફાળવાયા
Live TV
-
શ્રીલંકામાં વસતા ભારતીય મૂળના તમિલોને આજે એક કાર્યક્રમમાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત રહેઠાણની ફાળવણી કરવામાં આવી છે
શ્રીલંકામાં વસતા ભારતીય મૂળના તમિલોને આજે એક કાર્યક્રમમાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત રહેઠાણની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ દ્વારા લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે ભારતીય મૂળના લોકોને બંને દેશોના સંબંધોને પ્રગાઢ બનાવવા સહાયક ગણાવ્યા હતા. શ્રીલંકામાં ચા અને રબરના બગીચામાં કામ કરતા ભારતીય તમિલોને રહેઠાણનો અભાવ છે અને તે માટે ભારત સરકાર અનુદાન સહાયતા યોજના અંતર્ગત તેમની માટે મકાનનું નિર્માણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત શ્રીલંકાની સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે કાર્ય કરતું રહેશે...
