Skip to main content
Settings Settings for Dark

સાહિત્યના નોબલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત લેખક વી.એસ. નાયપોલનું થયું નિધન

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વીટ કરતા જણાવ્યું કે, વી.એસ.નાયપોલના નિધનથી સાહિત્ય જગતને કદીય પૂરી ન શકાય તેવી ખોટ થઈ છે,

    સાહિત્યના નોબલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત લેખક વી.એસ. નાયપોલનું નિધન થઈ ગયું છે. મળેલી જાણકારી અનુસાર 85 વર્ષની ઉંમરે તેમણે લંડન સ્થિત પોતાના ઘરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ભારતીય મૂળના નાયપોલનો જન્મ વર્ષ 1932 માં ટ્રિનિડાડમાં થયો હતો. ટ્રિનિડાડમાં ભણેલા નાયપોલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. લેખનની દુનિયામાં પ્રસિદ્ધિ હાંસલ કરતા પહેલા તેમણે બીબીસી માટે કામ કર્યું હતું. 'A BED IN THE RIVER' અને ' અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાલ' તેમની ચર્ચિત કૃતિઓ મનાય છે. તેમણે 30થી વધુ પુસ્તકો લખેલા છે. નાયપોલને વર્ષ 1971 માં બુકર પ્રાઈઝ અને વર્ષ 2001 માં સાહિત્ય માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વીટ કરતા જણાવ્યું કે, વી.એસ.નાયપોલના નિધનથી સાહિત્ય જગતને કદીય પૂરી ન શકાય તેવી ખોટ થઈ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વી.એસ. નાયપોલના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, વી.એસ. નાયપોલને તેમના વ્યાપક કાર્યો માટે યાદ કરવામાં આવશે. જેમાં ઈતિહાસ, સંસ્થાનવાદ , સંસ્કૃતિ, રાજનીતિ જેવા વિષયો સામેલ છે. તેમના નિધનથી સાહિત્ય ક્ષેત્રને મોટું નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply