સ્વિત્ઝર્લેન્ડ શાંતિ શિખર સંમેલનમાં અમેરિકાએ યુક્રેનને મોટી આર્થિક મદદની ઘોષણા કરી
Live TV
-
સ્વિત્ઝર્લેન્ડ શાંતિ શિખર સંમેલનમાં અમેરિકાએ યુક્રેનને મોટી આર્થિક મદદની ઘોષણા કરી
સ્વિત્ઝર્લેન્ડ શાંતિ શિખર સંમેલનમાં અમેરિકાએ યુક્રેનને મોટી આર્થિક મદદની ઘોષણા કરી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે યુક્રેન માટે અમેરિકાના અતુટ સમર્થનનું વચન આપતા 1.5 બિલિયન ડોલરથી વધુની સહાય આપવાની ઘોષણા કરી છે. કમલા હેરિસે રશિયાના 27 મહિનાના આક્રમણના પરિણામે દેશમાં ઉર્જા ક્ષેત્ર અને માનવતાવાદી પરિસ્થિતિ માટે સહાયની જાહેરાત કરી છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે, 1.5 બિલિયન ડોલરમાંથી ઉર્જા સહાયમાં 500 મિલિયન ડોલર યુક્રેનમાં કટોકટી અને ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમારકામ અને અન્ય જરૂરિયાતો માટે 324 મિલિયન ડોલરની સહાય છે. તો યુક્રેનમાં લાખો લોકો માટે ખોરાક, આરોગ્ય સેવાઓ, આશ્રય-પાણી, સ્વચ્છતા અને સેવાઓને માટે આ નાણા ઉપયોગમાં લેવાશે.