UNમાં સંબોધન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી દ્વીપક્ષિય વાર્તા
Live TV
-
PMએ કહ્યું, 'આતંકવાદની સમસ્યાનો સામનો કરવા વૈશ્વિક એક્તાની છે જરૂરિયાત.'
સંયુક્ત રાષ્ટ્રથી બહાર પીએમ મોદીએ કતર, ઈટલી, નાઈજિરિયા, માલદીવ અને નામિબિયાના નેતાઓ સાથે દ્વીપક્ષીય વાતચીત કરી હતી. પીએમએ આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટે વ્યૂહાત્મક કાર્યવાહીની બેઠક કરી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી કતારના આમિર શેખ તમિમ બિન હમદની તેમજ નાઈજીરીયન પ્રેસિડન્ટની પણ મુલાકાત કરી હતી.
માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદની સમસ્યાથી લડવા માટે વૈશ્વિક એકતાની જરૂરિયાત છે. ન્યૂયોર્કમા સંયુક્ત રાષ્ટ્રથી અલગ પીએમની અન્ય વૈશ્વિક નેતાઓની સાથેની દ્વીપક્ષીય વાતચીતમાં આતંકવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવે જણાવ્યું કે, બેઠકમાં પ્રધામમંત્રી મોદીએ આતંકવાદ સામે લડવા માટે વૈશ્વિક એકતા પર ભાર મૂક્યો છે.
