Skip to main content
Settings Settings for Dark

 પ્રધાનમંત્રી આસામ અને પશ્ચિમ બંગાળમાં આજે ચૂંટણી પ્રચાર કરશે

Live TV

X
  • આવનારી ચૂંટણી માટે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બધી જ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટીને વોટ મળે તે માટે પ્રચાર કરી રહ્યાં છે. અને પ્રધાનમંત્રી પણ છેલ્લા ઘણા સમય થી આ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને તમિલનાડું, આસામ જેવા કેટલાક રાજ્યોમાં રેલીઓ અને ચૂંટણી સભાઓને સંબોધી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામ અને પશ્ચિમ બંગાળ આ બંને રાજ્યોમાં આજે ચૂંટણી પ્રચાર કરશે. પશ્ચિમ બંગાળમાં સવારે કાંથીમાં ચૂંટણી સભાને સંબોધી, ત્યાર બાદ પ્રધાનમંત્રી આસામમાં લખીમપુર ગયા જ્યાં સભાને સંબોધશે. જ્યારે બીજી જન સભા સાંજે સવા પાંચ વાગે  સિપઝારમાં કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે કેરળમાં રોડ શો અને રેલીને સંબોધિત કરવાના છે. જેમાં કોટ્ટયમ અને કોલ્લમ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કેરળના તિરુ અનંતપુરમમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર જારી કરશે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply