આરોગ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને પત્ર લખીને કોવિડ-૧૯ સામે અસરકારક પગલાં લેવા અંગે આપ્યા આદેશ
Live TV
-
કોરોનાના વધતા કેસને પગલે આરોગ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને પત્ર લખીને કોવિડ-૧૯ સામે અસરકારક પગલાં લેવા અને તેનું પાલન કરાવવા અંગે આદેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આવનારા હોળી તેમજ શબે બારાત, બિહુ, ઇદ ઉલ ફિત્રના તહેવારમાં ભીડભાડ ન થાય તે અંગે સતર્ક રહેવા તેમજ કોરોનાથી બચવા નિયમિત હાથ ધોવા, સામાજિક અંતરનું પાલન કરવા, માસ્ક પહેરવા જેવી બાબતો અંગે લોકોને સતત જાગૃત રાખવા પણ આદેશ આપ્યા હતા. દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે જંગ યથાવત છે. તો બીજીતરફ ,રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણ અભ્યાનને 67 દિવસ થઇ ચૂક્યાં છે. જેમાં અત્યાર સુધી પાંચ કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય મંત્રાલયે ગાઇડ લાઇન જાહેર કરતાં કહ્યું કે, દરેક રાજ્ય અને કેન્દ્રીય શાસિત પ્રદેશ કોરોના ટેસ્ટિંગની સાથે રસીકરણ ઉપર વધારે ધ્યાન આપે.
