માધ્યમિક શાળાઓમાં ‘મિશન સ્કુલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે
Live TV
-
વિધાનસભામાં શિક્ષણ વિભાગની બજેટ માંગણીઓ સંદર્ભની ચર્ચામાં સહભાગી થતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપવા આગામી ૬ વર્ષમાં ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ-ગ્રાન્ટેન્ડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘મિશન સ્કુલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે. વર્લ્ડ બેન્ક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી કુલ રૂ. ૬૩૭૫ કરોડનું ભંડોળ મેળવવામાં આવશે.ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કુલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઇ.શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃધ્ધિ અને સ્માર્ટ ક્લાસિસની વ્યવસ્થાઓથી બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો ૧૮.૭૯ ટકાથી ઘટાડી ૩.૩૯ ટકા જેટલો નીચો લાવી દીધો છે.બોર્ડ પરીક્ષા હોય કે શિક્ષકોની વ્યાપક ભરતી સંપૂર્ણ પારદર્શિતા-ટ્રાન્સપરન્સીથી કાર્યવાહી કરીને ગેરરિતીઓને તિલાંજલી આપી.
પેપરલીક હવે રાજ્યમાં ભૂતકાળ બની ગયું - મોબાઇલ એપ્લીકેશન પેપર બોક્ષ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લીકેશન PATA વિકસાવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ડિજિટાઈઝેશનની પહેલ - ૧૯૫૨ થી ૧૯૭૮ સુધીની બોર્ડની પરીક્ષાઓના પરિણામના રેકોર્ડનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું*પી.એચ.ડીના વિદ્યાર્થીઓ માટે ‘શોધ’ અંતર્ગત ૨૦૧૯-૨૦માં રૂ.૧૩.૦૮ કરોડના ખર્ચે ૭૫૪ વિધાર્થીઓને સહાય આપવામાં આવી.
