પ્રધાનમંત્રી 26 અને 27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાત લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાત લેવાના છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજનેતિક સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પુર્ણ થવા પર બન્ને દેશોની મિત્રતાનાં વધુ એક સુવર્ણ અધ્યાયની શરૂઆત થઈ રહી છે. બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાનાં નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચે બાંગ્લાદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની બાંગ્લાદેશની યાત્રા, કોવિડ મહામારીનાં સંકંટ પછી પ્રથમ વિદેશી રાષ્ટ્રની યાત્રા રહેશે. આ દરમ્યાન પ્રધાનમંત્રી 26માર્ચે બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થશે. સાથે શેખ મુઝિબુર રહેમાનની જન્મજંયતીની પણ ઉજવણી કરવામાં આવશે.
