રાજ્યસભામાં દિલ્લી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન બિલ 2021 પસાર
Live TV
-
રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ 1991માં સંશોધન કરનાર આ બીલ લોકસભામાં સોમવારે પસાર થઈ ચુક્યુ છે
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન બીલને રાજ્યસભાથી મંજૂરી મળ્યા બાદ આ બીલ હવે સંસદમાથી પસાર થઇ ગયું છે.રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર અધિનિયમ 1991માં સંશોધન કરનાર આ બીલ લોકસભામાં સોમવારે પસાર થઈ ચુક્યુ છે. બીલ પર સંસદમાં કન્સીડરેશન એન્ડ પાસીંગને લઈને કરવામા આવેલી મતદાનના પક્ષમાં 83 અને વિપક્ષમાં 43 મત થયા હતા.આ બીલનાં અનુસાર દિલ્હી વિધાનસભાનાં બનાવેલા કોઈ પણ કાયદામાં સરકારનો અર્થ ઉપરાજ્યપાલ હશે.. બીલમાં ઉપરાજ્યપાલની ભૂમિકાને મજબૂત કરવાની વાત કરવામાં આવી છે. અને દિલ્હી સરકારને કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઉપરાજ્યપાલની મંજૂરી લેવાની રહેશે. ગૃહ રાજ્યમંત્રી જી કિશનરેડ્ડીએ કહ્યુ કે આ બીલનો ઈરાદો દિલ્હીની નિર્વાચીત સરકારની શક્તિઓ છીનવાનો નથી પણ એના થકી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલની શક્તિઓ સ્પષ્ટ કરી છે.. સંસદના બંને ગૃહમાં ચાલેલી કામગીરી દરમિયાન બજેટ પસાર થવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ લોકસભામાં કિશોર ન્યાય(બાળકોની દેખભાળ અને સંરક્ષણ) સંશોધક બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું. નાણા વિધેયક 2021 પર ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એનડીએ સરકારના ભ્રષ્ટાચાર મુક્ત શાશન ઉપલબ્ધ કરાવતા ભારતીય અર્થવ્યવસ્થાને નીતિગત શીથિલતા અને વિદેશી રોકાણ પર આધારિત નાણાકીય વ્યવસ્થામાંથી મુક્તિ મળી છે.
