કેન્દ્ર સરકાર દ્વારા આવનારા તહેવારોમાં ખાસ સાવધાની રાખવાની અપીલ કરાઈ
Live TV
-
દેશમા કોરોનાના કેસો સદંતર વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આવનારા તહેવારોમાં ખાસ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. અનેક રાજ્યોએ આ અંગે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા છે ત્યારે મધ્યપ્રદેશમાં હવે 7 શહેરોમાં રવિવારે પુર્ણ લોકડાઉન રહેશે. તેમજ નવા આદેશ ન થાય ત્યા સુધી રેસ્ટોરેન્ટમાં બેસીને જમવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. જેથી હવે ત્યા માત્ર જમવાનું પાર્સલ કરાવાની જ સુવિધા મળશે.આ જ રીતે નવા આદેશ ન થાય ત્યાં સુધી સિનેમાગૃહો પણ બંધ કરી દેવાયા છે. દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે દેશનાં 18 રાજ્યોમાં કોરોનાં વાયરસના 771 ન્યુટીશીયન એટલે કે બદલાવો જોવા મળ્યા છે. વાયરસ સંક્રમણનાં વધતા કેસોનાં વાયરસની નવા પ્રકારથી કોઈ સંબંધ નથી..અને આ વાયરસમાં આ પ્રકારનો બદલાવ સામાન્ય પ્રક્રિયા છે. જેથી ગભરાવવાની જરૂર નથી.
